ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાનું રાજીનામું, દેશના લોકો અંગે આપ્યુ હતું આ વિવાદિત નિવેદન

Update: 2024-05-08 15:57 GMT

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે આ માહિતી આપી હતી. તેણે X પર લખ્યું- પિત્રોડાએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી રાજીનામું આપ્યું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હજુ બુધવાર સવારે જ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ પછી એક અન્ય વિવાદિત નિવેદન આપ્યું છે. પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારતના વિવિધ ભાગમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરતા જોવા મળી રહ્યા છે.

એક વીડિયોમાં સામ પિત્રોડાને કહેતા સાંભળી શકાય છે કે, 'ભારત એક અત્યંત વિવિધતા ભરેલો દેશ છે, જ્યાં પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીનના લોકો જેવા, પશ્ચિમમાં રહેનાર અરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો શ્વેતોની જેમ અને દક્ષિણમાં રહેનારા આફ્રિકન લોકોની જેમ દેખાય છે. પરંતુ તેનાથી ફરક પડતો નથી, આપણે બધાં ભાઈ-બહેન છીએ. આપણે તમામ ભાષાઓનું સન્માન કરીએ છીએ.'

તેમણે કહ્યું કે આપણે વિવિધ ભાષા, ધર્મ અને રીતિ-રિવાજોનું સન્માન કરીએ છીએ. આ તે જ ભારત છે, જેના ઉપર મારો વિશ્વાસ છે, જ્યાં દરેક વ્યક્તિનું સન્માન છે અને દરેક વ્યક્તિ કોઈ ને કોઈ જગ્યાએ થોડો સમજૂતી કરે છે.

Tags:    

Similar News