તેજસ્વી યાદવના કાફલાને નડ્યો અકસ્માત, ડ્રાયવરનું ઘટના સ્થળે જ મોત

Update: 2024-02-27 04:35 GMT

બિહારના પૂર્ણિયામાં પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની જનવિશ્વાસ યાત્રા દરમિયાન કાફલામાં સામેલ એક ગાડી કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એસ્કોર્ટ કારના ડ્રાઈવરનું મોત થયું હતું. મૃતકનું નામ મોહમ્મદ ​​​​​​હલીમ (50) હતું. તે મધુબની ટોપના સિપાહી ટોલાનો રહેવાસી હતો. આ અકસ્માત સોમવારે મોડી રાત્રે થયો હતો.

આ અકસ્માતમાં 8 જવાન ઘાયલ થયા છે. જેમાંથી 3ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. દરેકને જીએમસીએચ પૂર્ણિયામાં દાખલ કરવામાં આવ્યા છે.તેજસ્વીના કાફલાની ગાાડી રોંગ સાઇડથી આવી રહી હતી. કારે સામેથી આવતી કારને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માત મોફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH 131-A પૂર્ણિયા-કટિહાર મુખ્ય માર્ગ પર બેલૌરી અપ્સરા મંગલ ભવન પાસે થયો હતો.

Tags:    

Similar News