જામનગરના વિકાસગૃહમાં આશ્રિત ત્રણ બાળકોને મળ્યો પરિવાર

Update: 2024-03-11 16:52 GMT

જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડ્યા દ્વારા દત્તક વિધાન થકી ત્રણ બાળકોને રાજકોટના ૧ અને અમદાવાદના ૨ દંપતીને સોંપવામાં આવ્યા

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના ત્રણ બાળકોને રાજકોટના એક અને અમદાવાદના બે દંપતિ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી બી.કે.પંડ્યાની ઉપસ્થિતિમાં બાળકોને તેના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.સાથે માતાપિતા બનવા બદલ ત્રણે દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્રણે બાળકોના દત્તક માતાપિતા અને તેમની સાથે આવેલા પરિવારજનોએ કલેકટરશ્રી, બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ તેમજ કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બાળકને દત્તક લીધા બાદની પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક ક્લેક્ટરશ્રી બી.એન.ખેર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી આર. જે. શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી ભાવિનભાઈ ભોજાણી તથા સભ્યો તેમજ કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News