એક-બે દિવસમાં જાહેર થઈ શકે છે લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી,ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સંપન્ન

Update: 2024-03-01 03:15 GMT

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની પ્રથમ બેઠક ગુરુવારે મોડી રાત સુધી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ચાલી હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના સીએમ પણ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક બાદ પાર્ટી લોકસભા ચૂંટણી માટે 100થી 120 સીટો માટે ઉમેદવારો જાહેર કરી શકે છે. બેઠક દરમિયાન નેતાઓએ 2014ની લોકસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ ગુમાવેલી બેઠકો અંગે ચર્ચા કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે એક-બે દિવસમાં ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. તેમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું નામ હોઈ શકે છે.

Tags:    

Similar News