રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ, 1 લાખ લોકોએ યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણ લીધી

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા

Update: 2022-02-26 16:02 GMT

રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હોવાનો દાવો કર્યો છે. તેણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેણે પીએમ મોદી સાથે વાત કરી છે. યુક્રેન દ્વારા રશિયન સેનાને ભગાડવા ભારતને યુએનએસસીમાં રાજકીય સમર્થન આપવા તેમણએ વિનંતી કરી હતી.

Tags:    

Similar News