ત્રિપુરાને આજે મળશે નવા મુખ્યમંત્રી, શપથ ગ્રહણ માટે માણિક સાહા રાજભવન જવા રવાના

ત્રિપુરાના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માણિક સાહા આજે રાજ્યના આગામી મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે

Update: 2022-05-15 06:27 GMT

ભાજપના નેતા બિપ્લબ કુમાર દેબે ત્રિપુરાના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માણિક સાહા આજે રાજ્યના આગામી મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. દરમિયાન, માણિક શપથ ગ્રહણ સમારોહ માટે તેમના નિવાસસ્થાનથી રાજભવન માટે રવાના થઈ ગયા છે.

દેબના રાજીનામાના કલાકો પછી, 69 વર્ષીય ડૉ. સાહાને બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે નામ આપવામાં આવ્યું હતું. તેઓ ત્રિપુરાના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે તેમના કેબિનેટ મંત્રી પણ આજે શપથ લેશે. ભાજપ દ્વારા ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયેલા સાહા રાજ્યસભામાંથી પાર્ટીના સાંસદ પણ છે. પૂર્વોત્તર રાજ્યમાં બહુકોણીય હરીફાઈ વચ્ચે ભાજપ તેના નવા સીએમ પાસેથી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવાની અપેક્ષા રાખશે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પણ મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આ અચાનક રાજકીય ઉથલપાથલથી રાજ્યની જનતા પણ આશ્ચર્યમાં છે.

Tags:    

Similar News