વારાણસી: ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે ભગવાન શિવની ઝલક, ડિઝાઇનમાં જોવા મળ્યા ડમરુ અને ત્રિશૂલ

યૂપી સરકારે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના બાંધકામ માટે જમીન અધિગ્રહણ પર 121 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે

Update: 2023-09-23 10:41 GMT

ભગવાન શિવની નગરી કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તેની આધારશિલા રાખવા માટે પીએમ મોદી આજે બનારસમાં છે. તેમણે તેને ઈન્ટરનેશન સ્ટેડિયમની અમુક કમ્પ્યુટરીકૃત ફોટા ફેસબુક પર શેર કરી છે. પીએમ મોદીએ ફેસબુક પર તસવીરો શેર કરતા લખ્યું કે, આજે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ રાખીશ. પુરુ થવા પર તે આ રીતે દેખાશે. પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં આ સ્ટેડિયમ રાજાતાલાબના ગંજારીમાં 30 એકરથી વધારે વિસ્તારમાં વિકસિત કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, આ સ્ટેડિયમને 450 કરોડ રૂપિયાથી વિકસિત કરવામાં આવશે.યૂપી સરકારે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના બાંધકામ માટે જમીન અધિગ્રહણ પર 121 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તો વળી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સ્ટેડિયમ પર લગભગ 330 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 

Tags:    

Similar News