વર્લ્ડકપ 2023 : અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું

Update: 2023-10-24 03:48 GMT

વર્લ્ડકપ 2023માં વધુ એક અપસેટ સર્જાયો હતો. અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હાર આપી હતી. . પાકિસ્તાને મેચ જીતવા આપેલા 283 રનના ટાર્ગેટને અફઘાનિસ્તાને 49 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. રહમત શાહે નોટ આઉટ 77 રન બનાવ્યા હતા. કેપ્ટન શાહિદી 48 રને અણનમ રહ્યો હતો. ગુરબાઝે 65 રન અને ઝરદાને 87 રનનુ યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાનના ટોચના ત્રણ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હોય તેવી આ માત્ર બીજી ઘટના હતી. આ ઉપરાંત અફઘાનિસ્તાને વર્લ્ડકપના ઈતિહાસનો તેમનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. અફઘાનિસ્તાને પાકિસ્તાનને પ્રથમ વખત હાર આપી હતી. આ પહેલા 7 વખત પાકિસ્તાન જીત્યું હતું. આજે અફઘાનિસ્તાન સામે હાર બાદ પાકિસ્તાનની ટીમની સેમિ ફાઈનલમાં પહોંચવાની આશા પણ ધૂંધળી બની છે.

અફઘાનિસ્તાન સામેની મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે સર્વાધિક 74 રન બનાવ્યા હતા. બાબર આઝમના આઉટ થયા બાદ ઈફ્તિખારે શાદાબ સાથે ચાર્જ સંભાળ્યો હતો. બંને વચ્ચે 50 બોલમાં 73 રનની ભાગીદારી થઈ હતી. શાદાબે 38 બોલમાં 40 રન અને ઈફ્તિખારે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. નૂર અહેમદે ત્રણ વિકેટ લીધી હતી.

Tags:    

Similar News