ઝાયડસ ફાર્મા કંપનીની વેક્સિન ZYCOV-Dને મંજૂરી ટૂંક સમયમાં, વાંચો શું છે વિશેષતા

Update: 2021-08-09 10:31 GMT

ભારતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમેરિકા જેવા દેશોમાં વેકસીનેશન છતાં કોરોનાનાં કેસો ફરીથી તેજ ગતિથી વધી રહ્યા છે. ત્રીજી લહેર અગાઉ ભારત સહિતનાં દેશો માટે આ ખતરાની ઘંટડી છે. પરંતુ આ તમામની વચ્ચે થોડા રાહતનાં સમાચાર આવી રહ્યા છે.

ભારત વધુ એક અસરકારક વેક્સિનને પરવાનગી આપે તેવી સંભાવના છે. zydus ફાર્મા કંપનીની વેક્સિન ZYCOV-D ડીએનએ પ્લાઝમીડ આધારિત વેક્સિન છે. આ વેક્સિનનાં ત્રણ ડોઝ રહેશે. આ વેક્સિનને 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખી શકાય છે. આ મહિનાની શરૂઆતમાં જ અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ઇમરજન્સીમાં ઝાયકોવ-ડી રસીનો ઉપયોગ કરવાની મંજૂરી માટે સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) ને અરજી કરી દીધી હતી ઝાયકોવ-ડી રસીનો ડોઝ શરીરમાં પ્રવેશતા જ શરીરના કોષોને એક પ્રકારનો કોડ આપે છે, ત્યારબાદ વાયરસના બાહ્ય ભાગ જેવા સ્પાઇક એટલે કે ખાંચાઓ શરીરમાં બનવાનું શરૂ થશે, શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને જોખમ માનશે અને એન્ટિબોડીઝ બનાવનું શરૂ કરી દેશે.

આ રીતે એક સમય બાદ શરીર કોરોનાથી બચવા માટે તૈયાર થઈ જશે. ઝાયકોવ-ડી એ એક પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે જે વાયરસના જીનેટિક્સનાં આધારે વિકસાવવામાં આવી છે. આમાં વપરાતા જીનેટિક ડીએનએ અણુઓ પોતે ફેલાઈ શકતા નથી, જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે. વેક્સિન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્લાઝમિડમાં કોડિંગ હોય છે જે શરીરને કોરોના જેવા સ્પાઇક પ્રોટીન બનાવવા માટે નિર્દેશ આપે છે.

Tags:    

Similar News