શું પ્રાણીઓમાંથી પણ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ..? સરકારે આપી સંપૂર્ણ માહિતી

Update: 2021-05-06 03:33 GMT

સરકારે બુધવારે કહ્યું કે કોરોના વાયરસ પ્રાણીઓથી નહીં પણ મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે. આ મહામારી સાથે સંકળાયેલા દેશના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ લહેર દરમિયાન ઓછા સાવચેતી પગલા અને ઓછા પ્રતિકારના મિશ્રિત કારણોને લીધે બીજી લહેરને વેગ મળી રહ્યો છે.

નીતી આયોગના સભ્ય વી.કે.પૌલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, "આ વાયરસ પ્રાણીઓ દ્વારા ફેલાતો નથી. તે મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે. ઉપરાંત, જો તમને રસી આપવામાં આવી છે, તો તે જરૂરી નથી કે દરેક વ્યક્તિના શરીરમાં પીડા અને તાવ જેવા લક્ષણોની અનુભૂતિ થાય. જો તમને આ લક્ષણો ન લાગે તો તમે સામાન્ય હોઈ શકો.''

તેમણે કહ્યું કે બદલાતા વાયરસ પ્રત્યેનો પ્રતિભાવ સરખો બની રહેશે. તેમણે કહ્યું, "આપણે માસ્ક પહેરવું, આપણી વચ્ચે અંતર રાખવો, સ્વચ્છતા જાણવી રાખવી જેવા યોગ્ય કોવિડ પ્રોટોકોલ પ્રમાણે રહેવાની જરૂર છે. કોઈ પણ બિનજરૂરી મેળાવડા ન રાખો અને ઘરે જ રહો.''

પ્રાણીથી માણસમાં રોગ ન ફેલાવવા અંગે સરકારનો ખુલાસો ત્યારે થયો જ્યારે થોડા દિવસો પહેલા હૈદરાબાદના નેહરુ ઝૂઓલોજિકલ પાર્કમાં આઠ એશિયાઇ સિંહોને કોરોના વાયરસથી ચેપ લાગ્યાં હતાં.

Similar News