જામનગર: પતંગની દોર થી ઘાયલ પક્ષીનો જીવ ના જાય તે માટે સ્થળ પર ઘાયલ પક્ષીને અપાઇ ઈમરજન્સી સારવાર

Update: 2020-01-14 09:07 GMT

આજે ઉતરાયણ હોય જામનગરના વન વિભાગ, લાખોટા નેચર ક્લબ અને બર્ડ હોસ્પિટલ દ્વારા અનેક સ્થળો પર પક્ષી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પતંગની દોર થી ઘાયલ પક્ષી નો જીવ ના જાય તે માટે સ્થળ પર ઘાયલ પક્ષીને ઈમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે.

જામનગર માં વન વિભાગ, લખોટા

નેચર ક્લબ અને બર્ડ હોસ્પિટલ દ્વારા આજે ઉતરાયણ પર પતંગ ની દોર થી ઘાયલ થતાં

પક્ષીઓને બચાવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આજે ઉતરાયણ ના દિવસે શહેર ના

ઇન્દિરા માર્ગ વન વિભાગ ઓફિસ, એમયુઝમેંટ પાર્ક, ગોકુલનગર, સાધના કોલોની, સાત

રસ્તા બર્ડ હોસ્પિટલ અને લાખોટા તળાવે ઘાયલ પક્ષીઓ ને બચાવ કામગીરી માટેના સ્ટોલ

નાખી રેસક્યું કામગીરી કરવામાં આવી રહી છે જામનગર શિયાળા ની રૂતુ માં યાયાવર

પક્ષીઓ માટે સ્વર્ગ સમાન હોય પતંગ રસિયાઓ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા

પછી પક્ષીઓના આકાશમાં ઉદવાનો સમય હોય પતંગ ના ચગાવવા અપીલ કરવામાં આવી છે સાથો સાથ

જામનગર માં ઘાયલ પક્ષી જોવા મળે તુરંત જ કરુણા અભિયાન ના હેલ્પલાઇન નંબર 1962

ઉપરાંત લખોટા નેચર ક્લબ ના બચાવ કામગીરી કરનારા કાર્યકરો માં સુરજ જોશી 7574840199,

પૃથ્વી 9173606151 નંબર પર ફોન કરી જાણ કરવા અપીલ કરવાં આવી છે

જામનગરમાં આજે સવાર થી અત્યારસુધીમાં 20 જેટલા ઘાયલ પક્ષીઓ નોંધાઈ ચૂક્યા છે

Similar News