જામનગરના દિલિપ ધ્રુવની અનોખી ગણેશ ભક્તિ, ઘરમાં બનાવ્યું મ્યુઝીયમ

Update: 2018-09-18 07:17 GMT

નિવૃત્ત બેંક કર્મિએ પોતાના ઘરે ૫૦૦૦થી વધુ રીતે અલગ-અલગ ગણેશજીની મુર્તિઓ એકત્રીત અક્રી બનાવ્યું મ્યુઝીયમ.

હિંદુ ધર્મ નાં દરેક તહેવાર માં કોઈપણ પ્રસંગની શરૂઆત વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીની પૂજા કરવામાં આવે છે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીનાં લાડલા પુત્ર એવા ગણેશનો આકાર એના સ્વરૂપને ભક્તો કોઈપણ સ્વરૂપે પૂજે છે. ત્યારે ગણેશ ને અલગ અલગ ૫૦૦૦ થી વધુ રીતે નિહાળવા હોય તો નિવૃત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવના ઘરની મુલાકાત લેવી.

જામનગરનાં નગર ચકલા વિસ્તારમાં રહેતા નિવૃત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવને ૨૫ વર્ષ પહેલા ગણેશ વિષે જાણવા ઈચ્છા થઇ અને તેઓ એ વિસ્તૃતમાં ગણેશજીના આકાર, સ્વરૂપ અને ધાર્મિક મહત્વ વિષે અભ્યાસ શરૂ કર્યો દિલીપભાઈ જેમ જેમ ગણેશ વિષે જાણતા ગયા તેમ તેમ તેમની રૂચી વધતી ગઈ અને તેઓ અને ગણપતિના વિવિધ સ્વરૂપોની પ્રતિમાઓ એકઠી કરવાનું શરૂ કર્યું છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="65698,65699,65700,65701,65702,65703,65704,65705,65706,65707,65708,65709"]

જામનગરના નાગર ચકલામાં આવેલું દિલીપભાઈ ધ્રુવનું ઘર જાને એક ઘર નહિ પણ ગણપતિનું મ્યુઝીયમ હોય તેવું સ્થળ છે. છેલ્લા ઘણા વર્ષો માં દિલીપભાઈ એ સંગ્રહ કરેલી ગણપતિજીની મૂર્તિઓ આજે ૫૦૦૦નાં આંકને વટાવી જાય છે બોલપેન, કિચેન, પેપર વેટ, સીડી, ટીશર્ટ કે પછી વોલપેપર, ફોટોગ્રાફ્સ, પ્રતિમા તસ્વીરોનું સંગ્રહ છે.

જેમાં ખાસ આકર્ષણ સ્ફટિક ના ગણેશ , ક્રિકેટ ની પીચ પર ક્રિકેટ રમતા ગણેશ , અલગ અલગ વાંજિત્રો વગાડતા ગણેશ અને અષ્ટ વિનાયક ગણેશ ની પ્રતિમાઓ મુખ્ય છે ગણપતી ના સંગ્રહ વિષે ની માહિતી દિલીપભાઈ ના મિત્ર વર્તુળ માં પણ હોય વાર-તહેવાર અને અનુકુળ સમયે અનેક ગણેશ ભક્તો દિલીપભાઈ ના ઘરે તેમનું ગણેશ સંગ્રહ જોવા માટે આવે છે ત્યારે ધ્રુવ પરિવાર હોંશભેર ગણેશજી નો સંગ્રહ બતાવે છે અને માહિતી પૂરી પાડે છે.

દિલીપભાઈ ધ્રુવ નાં ગણપતિ સંગ્રહ માં ભારત સિવાય અન્ય દેશો ના પણ ગણપતી છે જેમાં શ્રીલંકા આફ્રિકા કેન્યા અને લંડન વિગેરે અનેક દેશો ના ગણપતિ નો સમાવેશ થાય છે આ મૂર્તિઓ તેમને મિત્ર વર્તુળ તરફથી ભેટ માં મળી છે દિલીપભાઈ એ જણાવ્યું હતું કે તેમના મિત્ર વર્તુળ સ્વજનો કોઈ દેશ માં ફરવા જાય તો ગણપતિ ની પ્રતિમા જુવે તો ભેટ માટે તેમના માટે લેતા આવે છે.

Tags:    

Similar News