જામનગર : મતદાન કેવી રીતે કરવું? યોજાયું ઇવીએમ માર્ગદર્શન

Update: 2021-02-14 06:17 GMT

જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના આયોજન અંતર્ગત ઇવીએમ માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં શહેરીજનોને ઇવીએમ માં મતદાન કેમ કરવું તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી

જામનગર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જોશપૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો માટે ઇવીએમ માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નું વિશેષ મહત્વ હોય મતદાતાઓને વોર્ડ વાઇઝ મતદાન કરવાનું હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વોર્ડમાં ચાર ઉમેદવારો હોય છે અને મતદાતાઓને એક વખત માં ચારેય ઉમેદવારો ને એક એક મતદાન કરવાનું હોય છે અને ત્યારબાદ ફરજિયાત ઇવીએમ મશીન માં રજીસ્ટર બટન દબાવી મતદાન નોંધાવવા જેવી બાબતો અંગેની સંપૂર્ણ માહિતી ઝોનલ અધિકારીઓ દ્વારા શહેરીજનોને આપવામાં આવી હતી અને શહેરીજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News