જુનાગઢ : માંગરોળમાં ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર, બજારોમાં ભરાયાં પાણી

Update: 2020-07-05 08:11 GMT

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. મુખ્ય બજારોમાં પાણીનો ભરાવો થતાં વાહનો અડધા પાણીમાં ડુબી ગયાં હતાં. 

જૂનાગઢ જિલ્લા ભરમાં હવામાન વિભાગ દ્વારા તારીખ ૫ થી ૭ જુલાઇ દરમિયાન ભારે  વરસાદની આગાહી કરવામાં  આવી હતી જેના પગલે માંગરોળ પંથકની અંદર સવારથી જ ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો.  વરસાદી મહોલથી  રસ્તાઓ અને બજારો પાણીથી તરબોળ થવા લાગ્યાં હતાં.  લોકોમાં વરસાદી મહોલથી ખુશીની લહેર જોવા મળી હતી. શહેરની ગલી મહોલ્લામાં વરસાદની મજા માણતા બાળકો નજરે પડ્યા હતા,વરસાદી લહેર થી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, તો માંગરોળના બંદર બજાર, ઝાંપા બજાર અને  દૂધ બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતાં. બજારો જળબંબાકાર થતાં વાહનો અડધા પાણીમાં ડુબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Tags:    

Similar News