કરજણમાં રૂ. 9 કરોડના ખર્ચે બનશે નવી કોર્ટ બિલ્ડીંગ, ન્યાયાધીશનાં હસ્તે થયું ખાતમુહુર્ત

Update: 2018-12-10 11:25 GMT

નવા આકાર પામનાર કોર્ટ બિલ્ડિંગ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કરવામાં કરાશે

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નવ કરોડના ખર્ચે આકાર પામનાર નવનિર્મિત કૉર્ટ ઇમારતનું ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે. સી. દોશીના હસ્તે વકિલો તેમજ તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નગરના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તાલુકા સેવા સદનની બાજુમાં નવીન સિવિલ કોર્ટ માટે જગ્યાની ફાળવણી થતાં સોમવારના રોજ નવીન કોર્ટની ઈમારતનો ભૂમિપૂજન સહિત ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો.

અંદાજિત નવ કરોડના ખર્ચે આકાર પામનાર કોર્ટ બિલ્ડિંગ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કરવામાં કરાશે. જેમાં કોર્ટ બિલ્ડીંગમાં જજીસ ચેમ્બર, ફાઇલિંગ સેન્ટર,સર્ટિફાઇડ કોપી માટેનો રૂમ, ચાર કોર્ટ રૂમ, લાઇબ્રેરી, સરકારી વકિલ રૂમ, સ્ટેમ્પ વેન્ડર, એડવોકેટ બાર રૂમ, સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અનેકવિધ સુવિધાઓથી સજ્જ અદ્યતન કૉર્ટ બિલ્ડીંગ આકાર પામતા કરજણ તાલુકાની જનતા માટે રાહત બની રહેશે. અા પ્રસંગે કરજણના પ્રિન્સિપાલ સિનીયર જજ એમ. આઇ. એન. શેખ, પ્રિન્સિપાલ સિવિલ જજ સિનીયર વડોદરા વિભાગ જાડેજા, એડિશનલ સિવીલ જજ જે.જે.મોદી, કરજણ વકિલ મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ જે. જાદવ, વડોદરા વકિલ મંડળ પ્રમુખ નલિન પટેલ, જિલ્લા સરકારી વકિલ મનોજ દરજી, કરજણ બારના તમામ વકિલો, કરજણ કોર્ટ સ્ટાફ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Similar News