ખેડા : 31 લાખની થયેલ ચકચારી લૂટનો ભેદ ઉકેલાયો; પોલીસે 3 આરોપીની કરી અટકાયત

Update: 2021-02-10 17:17 GMT

30 જાન્યુઆરીના રોજ ડાકોર કપડવંજ રોડ ઉપર પ્લાસ્ટિકના દાણા ભરેલ ટ્રકના ચાલક અને ક્લીનરને માર મારી 31 લાખના મુદ્દામાલની ચકચારી લુટ કરનાર ત્રણ આરોપીઓને ઠાસરા પોલીસે રાજસ્થાનમાંથી પકડી પાડી લુટનો તમામ સમાન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના રાજેશ પુનિયાની ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરી ડ્રાઈવર અને ક્લીનર દિલ્હી જવા રવાના થયા હતા તે સમયે ડાકોર રોડ ઉપર તમની પાછળ એક ટ્રક પીછો કરતી હતી. કપડવંજ રોડ ઉપર આવેલ તુલસી હોટલ આગળના વિસ્તારમાં આ પીછો કરતી ટ્રકે ઓવરટેક કરી આગળ ઉભી કરી ટ્રક ડ્રાઈવર અરસદ અને તેના ભત્રીજા જાવીદને બંધક બનાવી ટ્રકનો માલ અન્ય ટ્રકમાં ખાલી કરી દીધો હતો. જે બાદ આ ટ્રક લઇ એમપીના મેઘનગર અગળ ટ્રક અને બંધક ડ્રાઈવર અને તેના ભત્રીજાને છોડી જતા રહ્યા હતા જે અંગે ટ્રક માલિકને જાણ કરાતા આ અંગે 5 જાન્યુઆરીના રોજ ઠાસરા પોલીસ મથકે ૩૧ લાખની લુટની ફરિયાદ અજાણ્યા ચાર ઈસમો વિરુધ નોધવામાં આવી હતી.

ઠાસરા પોલીસે ટ્રક જ્યાંથી નીકળી હતી ત્યાંથી તમામ વિસ્તારના સીસીટીવી ચેક કરતા પીછો કરતી ટ્રકનો નંબર મળી આવ્યો હતો. જેના આધારે ઠાસરા પોલીસે રાજસ્થાનના કિસનગઢમાંથી ત્રણ આરોપીઓ અસલમ મુખતીયાર મેવ, સાદિક સઈદ મેવ અને આબિદ ઇલીયાસ મેવને પકડી પાડયા હતા, સાથે લુટ થયેલ મુદ્દામાલ પણ રીકવર કર્યો હતો.

Tags:    

Similar News