ખેડા : મીનાવાડા સ્થિત દશામાંનું મંદિર “દશામાં વ્રત” દરમ્યાન 17 દિવસ રહેશે બંધ, જાણો શું છે કારણ..!

Update: 2020-07-14 11:10 GMT

કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણના કારણે ખેડા જિલ્લાના મીનાવાડા સ્થિત પ્રસિદ્ધ દશામાંના મંદિરને બંધ રાખવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યભરમાં અનલોક દરમ્યાન સરકારની ગાઈડલાઇન મુજબ તમામ ધર્મસ્થાનોના દ્વાર દર્શનાર્થે ખોલવામાં આવ્યા હતા. જોકે કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે ખેડા જિલ્લાના મીનાવાડા સ્થિત દશામાંનું મંદિરને ફરીથી બંધ રાખવા માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

મીનાવાડા ખાતે આવેલ દશામાંના મંદિરે દશામાં વ્રત દરમ્યાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટે છે, જેથી મંદિરે વધુ લોકો ભેગા થતાં કોરોનાનો કહેર વધુ ફેલાવાની શક્યતા છે, ત્યારે કોરોનાના સંક્રમણને નાથવા તેમજ મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા સાથે આવનાર તા. 20 જુલાઈથી 5 ઓગસ્ટ દરમ્યાન મંદિરને બંધ રાખવા અંગે મંદિર મેનેજમેંટ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

Similar News