ખેડા: લોકડાઉન હોવા છતાં લોકો નીકળ્યા લટાર મારવા, પરિસ્થિતિની ગંભીરતા સમજાવી પોલીસે કર્યા ઘર ભેગા

Update: 2020-03-26 09:09 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખેડા જિલ્લાના નડીઆદમાં કેટલાક લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજ્યા વગર બાઇક ઉપર લટાર મારવા નીકળ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી લોકોને પરત ઘરે મોકલવામાં આવ્યા હતા.

સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયા બાદ લોકો જુદા-જુદા બહાના કરી રસ્તાઓ પર ફરી રહ્યા છે, ત્યારે લોકોને પોલીસે કડક શબ્દોમાં વોર્નિંગ આપી હતી. ઉપરાંત પોલીસ દ્વારા લોકોના કોઈ પણ બહાના ચલાવી લેવામાં નહીં આવે. સરકાર દ્વારા અમુક સમય પુરતી જ છૂટછાટ આપવામાં આવી છે. તેથી ઘરની કોઈ પણ એક જ વ્યક્તિ બહાર ન નીકળે તથા ખરીદી કર્યા બાદ પણ વહેલી તકે ઘરે પરત પહોંચી જાય તેવી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Similar News