કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 224 રનનો ટાર્ગેટ આપ્યો; મયંક IPLમાં સૌથી ઝડપી સદી મારનાર બીજો ભારતીય

Update: 2020-09-27 15:53 GMT

IPLની 13મી સિઝનની 9મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહ ખાતે 20 ઓવરમાં 2 વિકેટે 223 રન કર્યા છે.​​​​ પંજાબ માટે ઓપનર મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે ટીમને શાનદાર શરૂઆત અપાવતા 16.3 ઓવરમાં 1 વિકેટે 183 રન કર્યા હતા. મયંકે લીગમાં ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી મારી. તેણે 45 બોલમાં 100 રન પૂરા કર્યા. જ્યારે રાહુલે પોતાનું ફોર્મ જાળવી રાખતા 69 રન કર્યા હતા. તેમના સિવાય નિકોલસ પૂરને 25 અને ગ્લેન મેક્સવેલે 9 રન કર્યા. રાજસ્થાન માટે ટોમ કરન અને અંકિત રાજપૂતે 1-1 વિકેટ લીધી.

મયંક 50 બોલમાં 106 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો
મયંક અગ્રવાલે 45 બોલમાં IPL કરિયરની પહેલી સદી મારી છે. આ લીગમાં ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી છે. ઇન્ડિયન દ્વારા ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. મયંકે આજે રાજસ્થાનના બોલર્સને મેદાનની ચારેય બાજુ ફટકારતા 50 બોલની ઇનિંગ્સ દરમિયાન 10 ફોર અને 7 સિક્સની મદદથી 106 રન કર્યા.

Tags:    

Similar News