કચ્છ : 2 યુવાનોના કસ્ટોડીયલ ડેથ મામલે મુંદ્રા સજ્જડ બંધ, જુઓ કેવો છે માહોલ

Update: 2021-02-08 06:24 GMT

કચ્છનાં મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના બે યુવાનોના પોલીસ સ્ટેશનમાં ઢોર મારથી મોત નીપજવાના અપાયેલ એલાનને સજ્જડ સમર્થન સાપડ્યું હતું અને તમામ બજારો તેમજ ગામોમાં બંધ પાળી વિરોધ નોધાવવામાં આવ્યો હતો.

કચ્છનાં મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના બે યુવાનોના પોલીસ સ્ટેશનમાં ઢોર મારથી મોત નીપજ્યા બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર ફેલાઈ છે ત્યારે ગઢવી સમાજ દ્વારા ઘટનાના વિરોધમાં આજે મુંદ્રા બંધનું એલાન અપાયું હતું જેને સારો પ્રતિસાદ સાપડ્યો હતો . આજે મુન્દ્રા શહેર અને તાલુકો સજ્જડ બંધ છે મુન્દ્રા શહેરમાં એપીએમસી, બજાર,શાળાઓ,હોટલો સહિત તમામ દુકાનો બંધ છે. ગામડાઓ પણ સ્વંયભુ બંધ જોવા મળ્યાહતા.

મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા બાદ હજી સુધી માત્ર પીઆઇ અને જીઆરડી જવાનની જ ધરપકડ કરવામાં આવી છે. હત્યા કેસના ત્રણ મુખ્ય આરોપી એવા કોન્સ્ટેબલ છેલ્લા 15 દિવસથી પોલીસ પકડથી દૂર છે ત્યારે સમાજમાં રોષ જોવા મળી રહયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને બંધને સજ્જડ સમર્થન સાપડ્યું છે.

Tags:    

Similar News