યુપીમાં કાનૂન વ્યવસ્થા કથળી, પત્રકાર પર ગોળીબાર

Update: 2020-07-22 05:53 GMT

ઉત્તર પ્રદેશની કાનૂન વ્યવસ્થા હંમેશા સવાલોના ઘેરામાં રહે છે. રાજયમાં ગુંડા તત્વોને ના પોલીસનો ડર છે કે ના પ્રશાસનનો.. જરા આ તસ્વીરોને જુઓ... કેટલાક બદમાશો બાઇક પર જય રહેલા એક વ્યક્તિ પર હુમલો કરે છે. એટલું જ નહીં પિસ્તોલથી માથામાં ગોળી મારે છે. વિડિયોમાં બદમાશોની ગુંડાગરદી જોઈ તમારું કાળજું પણ કંપી જશે. આ દ્રશ્ય ગાઝિયાબાદના છે. પોતાની ભાણેજ સાથે બાઇક પર સવાર પત્રકાર વિક્રમ જોશીને કેટલાક તત્વો રોકે છે. તેના સાથે હાથપાઇ કરે છે અને તેના પર ગોળીબાર કરે છે. જાણો છો કેમ?, તો સાંભળો પત્રકારની ભાણેજ સાથે આ નાલાયકો છેલ્લા છેડછાડ કરતાં હતા. અભદ્ર ટિપ્પણી કરતાં હતા. આ સિલસિલો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો હતો. વિકાસ દૂબેના સમાચારની હજુ તો શાહી સુકાઇ નથી ત્યાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કેટલાક ગુંડાઓની આ હરકત જકઝોર કરનારી છે.  

પત્રકાર વિક્રમ જોશીએ પોતાની ભાણેજની છેડતીની ફરિયાદ લખાવી છે એની માહિતી ગુંડાઓને મલી જતાં સોમવારે રાત્રે કેટલાક લોકોએ પત્રકાર વિક્રમ જોશીના માથા પર ગોળીબાર કર્યો હતો. વિક્રમને તરત હૉસ્પિટલમાં લઇ જવાયો હતો.  આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયી હતી. પોલીસ કાર્યવાહીમાં ત્રણ નામજદ આરોપીઓમાં થી રવિ અને છોટુની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનામાં સામેલ અન્ય સાત આરોપીઓને પણ હીરાસતમાં લેવામાં આવ્યા છે. દરેકને જેલ ભેગા કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂચના મળવા છતાં કાર્યવાહી નહીં કરનાર સબ ઈન્સ્પેકટર રાઘવેન્દ્ર ને તત્કાલીલ રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News