શું આદુ ઝડપથી સુકાઈ જાય છે? તો જાણો આદુને સ્ટોર કરવાની આ સરળ રીતો

આદુનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. દરેક પ્રકારના શાક અને દાળમાં સ્વાદ વધારવા માટે આદુનો ઉપયોગ કરતાં જ હોય છે.

Update: 2023-06-09 10:27 GMT

આદુનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. દરેક પ્રકારના શાક અને દાળમાં સ્વાદ વધારવા માટે આદુનો ઉપયોગ કરતાં જ હોય છે. રસોઈ ઉપરાંત ચામાં પણ આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આજ કારણ છે કે ગૃહિણીઑ એક સાથે આદું લઈ લેતી હોય છે અને એવું ઇચ્છતી હોય છે કે લાંબો ટાઈમ સુધી આદું સારું રહેશે, પરંતુ એવું થતું નથી. આદું થોડા દિવસ ફ્રેશ રહે છે પછી તેમાથી રસ સુકાવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા તમને આદું સ્ટોર કરવાની કેટલીક યુઝફૂલ ટિપ્સ જણાવીએ. આરીતે તમે આદુને સ્ટોર કરી શકશો.

1. જો તમારી ઈચ્છા છે કે આદુનો એક થી બે અઠવાડીયા સુધી ઉપયોગ કરવો તો આદુને ફ્રીજમાં સ્ટોર કરવાને બદલે તમને તેને રૂમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરો. આ ઉપરાંત જ્યાં તડકો આવતો હોય તેવી જગ્યાએ આદુને સ્ટોર ના કરો. ઠંડી અને સૂકી જ્ગ્યા પર સ્ટોર કરો. ભેજવાળી જ્ગ્યા પર આદુને રાખવાથી તેના પર ફૂગ જલ્દીથી લાગી જાય છે.

2. જો તમે વધારે માત્ર માં આદું લઈ આવો છો અને તેને દિવસો સુધી સાચવવા ઈચ્છો છો. તો તમે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. પરંતુ ફ્રીજમાં પણ આદું સુકાવા લાગે છે. આવું ના થાય એટલા માટે આદુને ફ્રિજ પણ એક પ્લાસ્ટિકની બેગ કે એર ટાઈટ કન્ટેનર અંદર ભરીને સ્ટોર કરવું જોઈએ.

3. આદુને ફ્રિજની અંદર સ્ટોર કરવું હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કન્ટેનર અથવા જીપ લોક બેગમાં એક કિચન પેપર રાખી પછી જ આદુને રાખવું. આ રીતે કરશો તો આદું દિવસો સુધી ફ્રેશ રહેશે.

4. આ સિવાય આદુને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તેના નાના નાના ટુકડા કરી લેવા અથવા તો તેની પેસ્ટ બનાવીને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખો. જો તમે આદુની પેસ્ટ બનાવો છો તો આદુમાં પાણીના બદલે તેમાં થોડું તેલ અને થોડું મીઠું ઉમેરી દેવું આથી આદુની પેસ્ટ સુકશે નહિ અને ખરાબ પણ નહીં થાય.

Tags:    

Similar News