મહારાષ્ટ્ર સરકારે આવતીકાલથી રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂની કરી જાહેરાત

Update: 2020-12-21 16:20 GMT

કોરોના વાયરસના સંક્રમણને લઈ મહારાષ્ટ્ર સરકારે આવતીકાલથી રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે 5 જાન્યુઆરી સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે.

આ સાથે જ યૂરોપ અને મધ્ય-પૂર્વથી આવતા લોકોએ 14 દિવસ સુધી ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઈન રહેવું પડશે. જ્યારે અન્ય દેશોમાંથી આવતા લોકોએ ઘરમાં ક્વોરન્ટાઈન રહેવું પડશે. મહારાષ્ટ્ર સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે લોકો ન્યૂયર પ્લાન બનાવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ 19ના 3811 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 18,96,518 પર પહોંચ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃતકોની સંખ્યા 48,746 પર પહોંચી છે.

બ્રિટનમાં કોરોનાની વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પરિવહન મંત્રાલયે આગામી 31 ડિસેમ્બર સુધીની તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે.

Tags:    

Similar News