મહેસાણા : કડી નજીક કેનાલમાં કાર ખાબકી જવાની ઘટનામાં કુલ ત્રણના મોત

Update: 2020-10-13 06:38 GMT

મહેસાણા જિલ્લાના કડી શહેર નજીક કરણનગર પાસે આવેલ કેનાલમાં આજે એક કાર ખાબકી હતી. આ કારમાં અંદાજીત 5 લોકો સવાર હતા. કાર કેનાલમાં ખાબકતાં પાંચ લોકો કેનાલમાં ડૂબ્યા હતા. જેમાંથી એક યુવતીનો આબાદ બચાવ થયો છે જ્યારે પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કારને બહાર કાઢતા એક યુવાન અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બાકીના લોકોની પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા હજુ પણ તપાસ ચાલુ છે કુલ 4 યુવાઓ ડૂબી ગયા છે.

કાર સાથે 5 યુવાઓ નર્મદા કેનાલમાં ખાબક્યાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા. તરવૈયાઓએ કેનાલમાં ખાબકેલા યુવાઓની શોધખોળ હાથ ધરી છે. કાર કેનાલમાં ખાબકવાની ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા નંદાસણની બે કિશોરી અને ત્રણ કિશોરો બ્રેઝા કાર લઈને કેનાલ પર ફરવા આવ્યા હતા. ત્યાર બાદ કડી પોલીસને જાણ કરતાં સ્થાનિક તરવૈયા અને ક્રેઇનની મદદથી કાર અને લાશોને કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પાંચ કલાક બાદ કાર ક્રેઇનની મદદથી બહાર કાઢતાં એક કિશોરીની લાશ કારમાંથી મળી આવી હતી. જ્યારે અન્ય ત્રણ કિશોરોની લાશ શોધવા કડી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ ફાયરની ટીમો કામે લાગી હતી.

Tags:    

Similar News