મોડાસા : ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, ભાજપ વિરોધી લાગ્યા નારા

Update: 2019-11-11 12:36 GMT

અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિએ મોડાસા ચાર રસ્તા ખાતે ખેડૂતોના સમર્થનમાં ધરણા યોજી માવઠાથી નુકસાન, પાક વીમા મુદ્દે ન્યાય અપાવવા માંગ કરી હતી તો સાથે જ આર્થિક મંદી અને અન્યો પ્રશ્નો બાબતે રેલી યોજી હતી. દેશ અને ગુજરાતમાં ભાજપ અન્યાય કરે છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો કે, મોંઘવારીથી પ્રજાનું જીવન અસ્ત વ્યસ્ત થયું છે.

કોંગ્રેસે કહ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે વધુ વરસાદથી અને કમોસમી વરસાદથી ખેડૂતની સ્થિતિ વણસી છે. મોંઘવારીથી પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. દેશની આજની સ્થિતિ કંઈક અલગ થઈ છે. મોડાસા ચાર રસ્તા ખાતે યોજાયેલ ધરણામાં કોંગ્રેસી અગ્રણીઓ, ત્રણે ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. કાર્યક્રમ દરમિયાન ભાજપ વિરોધી નારા પણ લાગ્યાં હતાં.

Similar News