નર્મદા : ડેડીયાપાડામાં ગટર સાફ કરતી વેળા ત્રણ કામદારોના મોતના મામલે સરપંચ સામે ફરિયાદ

Update: 2021-03-14 08:32 GMT

નર્મદા જિલ્લાના તાલુકા મથક ડેડીયાપાડામાં ગટરમાં કામ માટે ઉતરેલાં ત્રણ કામદારોના મોતના મામલામાં હવે સરપંચ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. સુરક્ષાના સાધનો આપ્યાં વિના કામગીરી કરાવી બેદરકારી દાખવવાના આરોપ સરપંચ પણ લગાવાયાં છે....


ડેડીયાપાડામાં ભુર્ગભ સફાઇ કરવા માટે ઉતરેલાં ત્રણ સફાઇ કામદારોએ એક બાદ એક જીવ ગુમાવી દીધાં હતાં. આ મામલે હવે સરપંચ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટના પર નજર નાંખવામાં આવે તો તારીખ પહેલી માર્ચ ના રોજ રાત્રે રોહિત વસાવા ભૂગર્ભ ગટરની કુંડી સાફ કરવા ઉતર્યા હતા, તેઓને ઝેરી ગેસની અસર થતા બેભાન થઈ જતા તેમને બચાવવા સોમાભાઈ વસાવા તેમજ ધર્મેશભાઈ વસાવા પણ ગટરમાં ઉતર્યા હતાં. ત્રણેય વ્યકિતઓના ગટરની કુંડીમાં જ મોત થઇ ગયાં હતાં. જયારે જીજ્ઞેશભાઇને ગેસની અસર થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર પ્રકરણમાં હવે મૃતક રોહિત વસાવાની પત્નીએ   ડેડીયાપાડાના સરપંચ રાકેશ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં સુરક્ષાના સાધનો વિના કામદારો પાસે કામ કરાવી બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો ડેડીયાપાડા પોલીસે સરપંચ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Tags:    

Similar News