સાસણ ગીર બાદ હવે નર્મદા જિલ્લાનું ઝૂઓલોજિકલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ, કોરોના વાયરસના કારણે લેવાયો નિર્ણય

Update: 2020-03-17 12:38 GMT

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે નિર્માણ પામેલા સરદાર પટેલ ઝૂઓલોજિકલ સફારી પાર્કને કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસ ને વૈશ્વિક મહામારી જાહેર કરાયા બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. તા. 29 માર્ચ સુધી શાળા, કોલેજો, મલ્ટીપ્લેક્સ ઉપરાંત અનેક પર્યટન સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં ભારતનું ગૌરવ વધારવા માટે નિર્ણય લેવાયો છે, ત્યારે સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ ઝૂઓલોજિકલ સફારી પાર્કને બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળો જેમ કે, સાસણ ગીરને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે, તે પ્રમાણે હાલમાં 1 મહિના પહેલા જ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવતા સરદાર પટેલ ઝૂઓલોજિકલ સફારી પાર્ક ખાતે હજારો પ્રવાસીઓ આવે છે, ત્યારે અહી આવતા પ્રવાસીઓમાં જો કોઈને કોરોના વાયરસની અસર હોઈ અને જે બીજા કોઈ પ્રવાસીને ન લાગે તે માટે તંત્ર દ્વારા સરદાર પટેલ ઝૂઓલોજિકલ સફારી પાર્કને બંધ કરાતા હાલ સુમસામ ભાસી રહ્યું છે.

Similar News