નવસારી : દેવધા ડેમના 40 પૈકી 20 દરવાજા ખોલાયા, 31 જેટલા ગામોને કરાયા એલર્ટ

Update: 2020-06-16 08:51 GMT

રાજ્યભરમાં ગત વર્ષે ચોમાસુ મન મુકીને વરસતા ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમો છલકાયા હતા. જેમાં પુરા વર્ષ દરમ્યાન ભરપુર પાણીનો સંગ્રહ થતાં પાણી હજી સુધી ચાલી રહ્યું છે, ત્યારે હવે નવા નીરની આવક થતા નવસારી જિલ્લા તંત્ર દ્વારા દેવધા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે 31 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વરસાદ ગત ચોમાસે ખુશહાલી લાવ્યો હતો. જેના કારણે નવસારી જિલ્લો હરિયાળો જિલ્લો બન્યો હતો. તમામ પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલીયા, જૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે. જેમાં હજી પણ ઘણું પાણી ચાલી શકે તેમ છે. પરંતુ હવે વરસાદની શરૂઆત થતાં પાણીની આવક વધે તે પહેલા જૂના પાણીના નિકાલની વ્યવસ્થાના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 31 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Similar News