નવસારી : કમોસમી વરસાદના કારણે દેવધા ડેમ છલકાયો, 12 ગામના લોકોને મળી રહેશે પીવાનું પાણી

Update: 2020-12-13 08:56 GMT

નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ડેમ વરસેલા કમોસમી વરસાદના કારણે છલકાયો છે, ત્યારે પાણીની આવક થતા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસ્યો હતો. નવસારી જીળામાં સરેરાશ 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

નવસારી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે એક તરફ ખેડૂતોની દશા બગડી છે, તો બીજી તરફ દેવધા ડેમ પાણીથી છલકાઈ ઉઠ્યો છે. જોકે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણીની સારી આવક થતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. દિવાળી દરમ્યાન ડેમના દરવાજા બેસાડ્યા બાદ ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો હતો, ત્યારે ફરી એકવાર ડેમ છલકાતા આગામી સમયમાં ગણદેવી તાલુકાના 12 ગામ સહિત બીલીમોરા નગરપાલિકા વિસ્તારના લોકોને પીવા માટેનું પાણી સહેલાઇથી મળી રહેશે.

Tags:    

Similar News