કાર્યકાળ પૂરો થતાં પૂર્વ પીએમ મનમોહન સિંહ રાજ્યસભામાંથી થયા રિટાયર્ડ

Update: 2024-04-02 17:13 GMT

આર્થિક સુધારા માટે જાણીતા અને ઈકોનોમીના 'મોભી' કહી શકાય તેવા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની 33 વર્ષની લાંબી સંસદીય કારકીર્દીનો અંત આવ્યો છે. તેઓ હવે સંસદના ઉપલા ગૃહ એવા રાજ્યસભામાં કદી પણ જોવા નહીં મળે કારણ કે મંગળવારે તેઓ નિવૃત થયાં છે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું કે હવે તમે રાજ્યસભામાં નહીં રહો અને સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છો, પરંતુ તેમ છતાં દેશની જનતા માટે તમારો અવાજ બુલંદ થતો રહેશે. રિટાયર્ડ થતાંની સાથે મનમોહન સિંહની 33 વર્ષની લાંબી સંસદીય ઇનિંગ્સનો અંત આવ્યો છે તેમને બદલે સોનિયા ગાંધી પ્રથમ વખત રાજ્યસભામાં દેખાશે તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયાં છે.

મનમોહન સિંહ કદી પણ લોકસભાની ચૂંટણી લડ્યાં નહોતા. તેઓ સૌ પ્રથમ વાર 1991ની સાલમાં રાજ્યસભાના સાંસદ બન્યાં હતા અને ત્યારથી આજ દિન સુધી તેઓ રાજ્યસભા સાંસદ જ રહ્યાં છે. મંગળવારે મનમોહન સિંહ સહિત 54 જેટલા સભ્યો રાજ્યસભામાંથી નિવૃત થયાં હતા જેમાં ઘણા કેન્દ્રીય પ્રધાનો પણ સામેલ છે અને અમુક આ વખતની લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે.

Tags:    

Similar News