ન્યાયમંદિર દુધવાલા મહોલ્લા ખાતે દાણા રમતા જુગરીયાઓ પર પોલીસની રેડ થી મચી નાસભાગ

Update: 2018-09-20 12:48 GMT

અતિ સંવેદનસિલ ગણાતા આ વિસ્તારમાં પોલીસની રેડથી એક સમયે વાતાવરણ તંગ બન્યું

વડોદરાના અતિ સંવેદનશીલ ગણાતા જુના ન્યાયમંદિર દુધવાલા મહોલ્લા ખાતે દાણા રમતા જુગરીયાઓ પર પોલીસે રેડ કરતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું.

વડોદરાના અતિ સંવેદનશીલ વિસ્તારમાંના એક એવા જુના ન્યાય મંદિર પાસેના દુધવાલા મહોલ્લા પાસે કેટલાક ઇસમો જાહેરમાં દાણાનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી વાડી પોલીસને મળી હતી. જેને લઈને વાડી પોલીસ મથકના મહિલા પી.એસ.આઈ એસ જે તોમરે પોતાના સ્ટાફ સાથે રેડ કરી હતી. પોલીસની અચાનક રેડથી જુગારીયાઓએ ધરપકડ થી બચવા નાસભાગ મચાવી મૂકી હતી.

ન્યાયમંદિર વિસ્તાર સંવેદનસિલ ગણવામાં આવે છે અને આ વિસ્તાર સતત ટ્રાફિક થી ધમધમતો રહે છે. તેવામાં અચાનક નાસભાગ મચતા વાતાવરણ તંગ બન્યું હતું. તેમ છતાં પોલીસે પાંચ જેટલા જુગારીયાઓને દબોચી લીધા હતા જેમાં એક જુગારિયો સાયકલની દુકાનમાં ભાગ્યો હતો અને પોલીસ ની બીકે બેભાન પણ થઇ ગયો હતો. પોલીસે તેની પણ ટીંગાટોળી કરી ધરપકડ કરી હતી જયારે કેટલાક જુગારીયાઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ સ્થળ પર અગાઉ રાત્રી ના મોડા સુધી ચાલુ રહેતી દુકાનો બંધ કરાવવા જતી વેળાએ મહિલા પી.એસ.આઈ તોમર પર સ્થાનિકો એ જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે આજે ફરી થી એ જ મહિલા પી.એસ.આઈ એ એક અઠવાડિયાની તૈયારી બાદ આજે રેડ કરી જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

Similar News