PM મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે મહત્વની બેઠક

Update: 2021-01-11 04:04 GMT

16 જાન્યુઆરીથી દેશભરમા કોરોના વેક્સિનેશનની શરૂઆત થશે. ત્યારે વેક્સિનેશન અને રાજ્યોમાં કોરોનાના સંક્રમણને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજાશે.

તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વીડિયો કોંફ્રેસના માધ્યમથી સાંજે ચાર વાગ્યે બેઠક કરશે. બેઠકમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાના સંક્રમણની પરિસ્થિતિ અને કોરોના વેક્સિનના રસીકરણને લઈને ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં કોરોનાની બે રસી એટલે કે કોવીશીલ્ડ અને કોવેક્સીનની સપ્લાઈ ચેન અને તેમાં રાજ્યોને મળનારા હિસ્સા પર વાત થશે.

આ સમગ્ર મામલે અસલમાં પેચ રસીની કિંમત પર ફસાયો છે. અનેક રાજ્યોએ બેઠક પહેલા જ રસીને ફ્રીમાં આપવાની માગ કરી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, દિલ્હી અને છત્તીસઘડ જ્યારે કેટલાક રાજ્ય ખુદ જ રસી ફ્રીમાં વહેંચવા ની વાત કરી રહ્યા છે. આ રાજ્યમાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કેરળ, ઓડિશા, અસમ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક છે.

નોંધનીય છે કે, સૌથી પહેલા ફ્રી રસીનું વચન બિહારમાં એનડીએએ આપ્યું હતું. બિહારમાં એનડીએની સરકાર બની પણ ગઈ છે. જોકે પહેલેથી જ દેશમાં મંદીમાં ચાલે રહેલ અર્થવ્યવસ્થામાં ફ્રી રસી આપવાની શક્યતા ઓછી છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે 3 કરોડ ફ્રન્ટલાઈ વર્કર્સને ફ્રી રસીમાં દરેક રાજ્યોને કેટલો હિસ્સો મળશે અને તેના માટે તેને કેટલી કિંમત ચૂકવવી પડશે.

Tags:    

Similar News