ભારતના PM નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીનાએ ચિલ્હાટી-હલ્દીવાડી રેલ લિંકનું ઉદ્ઘાટન કર્યું

Update: 2020-12-17 08:35 GMT

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે દ્વિપક્ષીય વાર્તા કરવામાં આવી, કોરોનાકાળમાં આ વખતે વર્ચ્યુઅલ માધ્યમથી જ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભારતના પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ બાંગ્લાદેશને ભરોસો અપાવ્યો કે કોરોનાકાળમાં બાંગ્લાદેશ ભારતની પ્રાથમિકતાઓમાં સામેલ છે. આ સિવાય ચિલ્હાટી-હલ્દીબાડી રેલ લિંકની શરૂઆત કરવામાં આવી છે સાથે જ બંને દેશો વચ્ચે MoU પણ સાઈન કરવામાં આવ્યા.

પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો લાંબા સમયથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા છે અને વિજય દિવસ બાદ આ મુલાકાત અતિમહત્વની છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બાંગ્લાદેશ સાથે સંબંધોમાં મજબૂતી લાવવી એ અમારી પ્રાથમિકતા છે તથા, કોરોનાકાળમાં ભારત-બાંગ્લાદેશ સહયોગ ખૂબ સારો રહ્યો, વેક્સિનના કામમાં પણ બંનેનો સહયોગ બનેલો છે. ભારત હંમેશા બંગબંધુઓનું સન્માન કરે છે.

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પોતાના સંબોધનમાં કહ્યું કે બંને દેશ વિજય દિવસ મનાવી રહ્યા છે અને કોરોનાકાળમાં બંને દેશો એકબીજાની નજીક આવતા છે, સંબંધો વધુ મજબૂત બન્યા છે. આગામી સમયમાં ભારત દુનિયાના અર્થતંત્રમાં એક મહત્વની ભૂમિકા ભજવશે.નોંધનીય છે કે પીએમ હસીનાએ પોતાના સંબોધનમાં 1971ના યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને યુદ્ધ દરમિયાન તેમના પરિવારની મુશ્કેલીઓનું પણ વર્ણન કર્યું.

Tags:    

Similar News