PM મોદી UPમાં આજે સૌથી લાંબા એક્સપ્રેસ-વેનું કરશે શિલાન્યાસ

Update: 2018-07-14 07:03 GMT

ઉત્તર પ્રદેશનાં બે દિવસનાં પ્રવાસમાં વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 14 જુલાઇના રોજ ઉત્તર પ્રદેશનાં આઝમગઢમાં નિર્માણ પામનારા 340 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. આ માર્ગ રાજધાની લખનઉ સહિત બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વ પ્રદેશના મહત્વપૂર્ણ શહેરોને જોડશે. આ યોજના દ્વારા ઉત્તર પ્રદેશના પશ્વિમી છેડા સ્થિત નોઇડાના પૂર્વ છેડાને આ એક્સપ્રેસ વે દ્વારા જોડી દેવામાં આવશે.

ઉત્તર પ્રદેશનાં બે દિવસીય પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન મોદી વારાણસીમાં 900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. આ ઉપરાંત વારાણસી સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટ અને વારાણસી -બલિયા ઇએમયૂ ટ્રેનનો શુભારંભ કરશે. વડાપ્રધાન નરેંદ્ર મોદી પંચકોશી પરિક્રમા માર્ગ અને સ્માર્ટ સિટી મિશન તથા નમામિ ગંગે હેઠળ ઘણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન વારાણસીમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનો પણ શિલાન્યાસ કરવાના છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક અલગ કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 'મેરી કાશી' શીર્ષક પુસ્તકનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન 15 જુલાઇના રોજ મિર્જાપુર જશે. જ્યાં તે રાષ્ટ્રને બનસાગર નગર પ્રોજેક્ટ સમર્પિત કરશે. આ પ્રોજેક્ટથી વિસ્તારમાં સિંચાઇને પ્રોત્સાહન મળશે, જેથી ઉત્તર પ્રદેશના મિર્જાપુર અને અલાહાબાદ જિલ્લાના ખેડૂતોને ફાયદો પહોંચશે.

 

Tags:    

Similar News