PM મોદીએ ‘રન ફોર રિયો’ને આપી લીલી ઝંડી

Update: 2016-07-31 04:40 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા જનાર ભારતીય રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરાયેલ ‘રન ફોર રિયો’’નું ઉદ્ઘાટન કર્યું હતું.

નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ ઝંડો દેખાઇને ‘રન ફોર રિયો’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અંગે PMO ઓફિસમાંથી પણ ટ્વિટ કરીને જાણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ રિયોમાં ગયેલા ભારતીય એથ્લેટ્સને શુભકામનાઓ પાઠવવા સાથે યુવાનોને 2020ની ટોકિયો ઓલિમ્પિક માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 100 વર્ષોથી આપણે ઓલિમ્પિકમાં ભાગ લઇએ છીએ પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે 119 એથ્લેટસ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે આ વર્ષે 119 એથ્લેટ્સ ઓલિમ્પિકમાં જઇ રહ્યા છે. આવતી વખતે આપણે 200 એથ્લેટસને ઓલિમ્પિકમાં મોકલવાનું લક્ષ્ય રાખીએ છીએ.

મોદીએ ઉમેર્યું કે દેશના દરેક જિલ્લામાંથી ખેલાડીને ઓલિમ્પિકમાં મોકલવાનો લક્ષ્ય રાખવો જોઇએ. તેમણે કહ્યું કે અમારી સરકારે આ વખતે ઓલિમ્પિક રમતો માટે 125 કરોડનું બજેટ ફાળવ્યું છે.

Similar News