ભરૂચ : સોનિયા ગાંધી વિરૂધ્ધ વાણીવિલાસ કરનારા અરનબ સામે પોલીસ ફરિયાદ

Update: 2020-04-23 09:05 GMT

રીપબ્લીક ટીવીના અરનબ ગોસ્વામીએ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી વિરૂધ્ધ કરેલી ટીપ્પણીના વિરોધમાં તેમના વિરૂધ્ધ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે.

દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે મુંબઇના પાલઘરમાં ત્રણ સાધુઓને ચોર સમજીને ટોળાએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. પાલઘરમાં બનેલી ઘટના બાદ એક ટીવી શોમાં રીપબ્લીક ટીવીના કો- ફાઉન્ડર અને એડીટર અરનબ ગોસ્વામીએ પાલઘર હત્યાકેસમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી ચુપ કેમ બેઠા છે સહિતના વિવાદિત નિવેદનો કરી બે કોમ વચ્ચે વૈમન્સય ઉભું કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરનબ ગોસ્વામી વિરૂધ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે. અરનબ ગોસ્વામીના ઉચ્ચારણોને કોંગ્રેસના આગેવાનોએ સખત શબ્દોમાં વખોડી નાંખી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

Similar News