સાબરકાંઠા : પ્રાંતિજના જવેલર્સે બનાવ્યું ચાંદીનું માસ્ક, જુઓ કેટલી છે કિમંત

Update: 2020-08-01 09:40 GMT

સાંપ્રત સમયમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હવે લોકો ફેશનેબલ માસ્ક પહેરી રહયાં છે. પ્રાંતિજના એક જવેલર્સે 125 ગ્રામ ચાંદીમાંથી માસ્ક તૈયાર કર્યું છે. આ માસ્કની કિમંત 9 હજાર રૂપિયા થવા જાય છે.

અમીર હોય કે ગરીબ પણ પોતાના શોખ પુરો કરતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં જવેલર્સએ પોતાના શોખને પુરો કરવા ચાંદીમાંથી માસ્ક બનાવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજયમાં લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે અને માસ્ક નહિ પહેરનારાઓને 500 રૂપિયા દંડ કરવામાં આવી રહયો છે. સમયની સાથે હવે માસ્ક પણ ફેશનેબલ બની રહયાં છે.

લોકો રંગબેરંગી તથા અવનવી ડીઝાઇનના માસ્ક પહેરવાનું પસંદ કરી રહયાં છે. ત્યારે પ્રાંતિજના બજાર ચોક વિસ્તારમાં આવેલ શ્રીજી જવેલર્સના માલિક ભુનેશ ભાઇ ઉર્ફે અકુભાઇ ચોક્સીએ 125 ગ્રામ ચાંદીમાંથી એન -95 જેવું માસ્ક તૈયાર કર્યું છે. ચાંદીથી બનેલા માસ્કની કિમંત 9 હજાર રૂપિયા જેટલી થાય છે. આ માસ્કની ખાસિયત એ પણ છે તે વોશેબલ છે તેમજ સેનીટાઇઝ પણ કરી શકાય છે .

Similar News