કોરોના સંકટઃ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ તમામ રાજ્યના રાજ્યપાલ અને ઉપ-રાજ્યપાલ સાથે ચર્ચા કરી

Update: 2020-04-03 09:37 GMT

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ કોરોના વાઇરસ સામે લડવાના ઉપાયો પર વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ, ઉપ-રાજ્યપાલ અને વહીવટીકર્તા સાથે ચર્ચા કરી હતી.

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ કોરોના વાઇરસ સામે લડવાના ઉપાયો પર વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ, ઉપ-રાજ્યપાલ અને વહીવટીકર્તા સાથે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વડાપ્રધાન મોદીએ પણ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી ચર્ચા કરી હતી. ત્યારબાદ શુક્રવારે સવારે 9 વાગ્યે વડાપ્રધાન મોદીએ વીડિયો ક્લિપના માધ્યમથી દેશને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને 5 એપ્રિલના રોજ સાંજે 9 વાગ્યે દેશના તમામ લોકોને લાઇટ બંધ કરીને મીણબત્તી અથવા મોબાઈલની ટોર્ચ 9 મીનિટ માટે શરૂ કરવાનું આહ્વાન કર્યું છે. જેમાં PM મોદીએ સોશિયલ ડિસ્ટેન્સ જાળવવા ખ્યાલ રાખવા અંગે પણ કહ્યું હતું.

Similar News