કેવડિયામાં નિર્માણ પામનાર રેલવે સ્ટેશનનું રાષ્ટપતિએ કર્યું ભૂમિપૂજન

Update: 2018-12-15 09:05 GMT

રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર અને વ્યૂઇંગ ગેલેરી નિહાળી હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="77128,77129,77130,77131,77132,77133,77134,77135,77136,77137,77138,77139"]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે કેવડિયાની મુલાકાતે છે. સવારે કેવડિયાની પહોંચી સૌ પ્રથમ વેલી ઓફ ફ્લાવર ખાતે પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત પ્રાર્થના સભામાં પણ જોડાયા હતા. સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથીએ સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી પણ નિહાળી હતી.

કેવડિયા ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિએ આજે ભૂમિપૂજન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આજે સવારે વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતુ. જ્યાં રેલવે મંત્રી પિયુષ ગોયલ, વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર, ક્લેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

Similar News