“રેલ વ્યવહાર બંધ” : કોરોના વાઇરસના પગલે ભારતભરમાં 22 માર્ચથી 31 માર્ચ સુધી તમામ ટ્રેનો રહેશે બંધ

Update: 2020-03-22 08:35 GMT

કોરોના વાયરસને કારણે ભારતીય રેલ્વેએ મોટો

નિર્ણય લીધો છે. ભારતીય રેલ્વેએ 22 માર્ચની મધ્યરાત્રિ સુધીથી 31 મી માર્ચ સુધી

તમામ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સમય દરમિયાન માત્ર ગુડ્સ  ટ્રેન દોડશે. તમને જણાવી દઈએ કે આજે દેશ ભરમાં વડા

પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યુ જાહેર કર્યું છે. રેલ્વે પણ સંપૂર્ણ જવાબદારી

સાથે ભૂમિકા ભજવી રહી છે. આ અભૂતપૂર્વ પહેલને ધ્યાનમાં રાખીને, રેલવે મંત્રાલયે રવિવારે બપોરે 12 થી રાત્રે 10 વાગ્યાની વચ્ચે દેશમાં રેલ

ટ્રાફિકને સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આમ જોવા જઈએ તો ભારતીય રેલ્વેએ પહેલેથી જ મોટાભાગની ટ્રેનોને રદ્દ કરી દીધી છે. રેલવે દ્વારા જારી કરાયેલા નવા આદેશ મુજબ માત્ર 22 માર્ચની મધ્યરાત્રીથી 31 માર્ચની મધ્યરાત્રિ સુધી ટ્રેનો દોડાવવામાં આવશે નહીં. ભારતીય રેલ્વેના પ્રવક્તાએ આ માહિતી આપી છે.

પીએમ મોદીએ રવિવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ એલાન કર્યું છે, ત્યારે આ દરમિયાન તેમણે દરેકને ઘરની અંદર રહેવા અપીલ કરી છે. રેલ્વે મંત્રાલયે જારી કરેલા નિર્દેશ અનુસાર, માર્ચ 21-22ના નિયત સમયગાળા દરમિયાન કોઈ પણ ઝોનની કોઈ ટ્રેન ચલાવશે નહીં. દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. તેના પગલે ભારતીય રેલ્વેએ આ મોટો નિર્ણય લીધો છે.

Tags:    

Similar News