રાજકોટમાં પૂર્વ પત્નીએ બે પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા, હત્યા કર્યા બાદ લાશ પાસે બેસી કર્યુ જમણ

Update: 2019-07-11 12:03 GMT

રાજકોટમા ફરી એક વાર સંબંધોનુ ખુન થયાનું સામે આવ્યુ છે. છુટાછેડા લીધા બાદ અવારનવાર પુર્વ પતિ દ્વારા ત્રાસ આપવામા આવતા. પુર્વ પત્નીએ પોતાના બે પ્રેમિઓ સાથે મળી પોતાના પુર્વ પતિની હત્યા કરી છે. જે મામલે પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મંગળવારના રોજ રાજકોટ પોલીસને શક્તિ સોસાયટીના આવાસ યોજનાના ક્વાટરમાંથી લાશ મળી આવી હતી. પોલીસે લાશની ઓળખ મેળવવાનો પ્રયાસ કરતા લાશ જામનગરના શખ્સની હોવાનુ ખુલ્યું હતું. ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતા હત્યા મૃતકની પુર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી કરી હોવાનુ ખુલ્યુ છે. ત્યારે પોલીસની પુછપરછમા મહિલા આરોપીએ જણાવ્યું હતું કે ચાર માસ પહેલા તેના છુટાછેડા થયા હતા. તેમ છતા તેનો પુર્વ પતિ તેની સાથે માર ઝુડ કરતો હતો. જેથી કંટાળીને તેણીએ તેના બંને પ્રેમીઓ સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે પુર્વ પત્નીએ પોતાના પુર્વ પતિને જામનગરથી બોલાવ્યો હતો.

પુર્વ પતિ દિલીપને ઘરે બોલાવી જશા અને સુરેશની મદદથી દિલીપને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ ત્રણેય લાશ પાસે જમ્યા હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું. ત્યારે પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરી અને લોહીવાળા કપડાં સહિતના પુરાવાઓ એકત્ર કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Similar News