રાજકોટ : GEB અને RMCના અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપીંડી કરતો શખ્સ ઝડપાયો

Update: 2019-01-16 08:55 GMT

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ૨૧ ગુનાની કરી કબૂલાત

રાજકોટ પોલીસે RMCના અધિકારી તરીકેની ઓળક આપી લોકો સાથે છેતરપીંડી કરતા શખ્સને ઝડપીપાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ પોલીસે ઝડપીપાડેલ આરોપીની સઘન પુછપરછ કરતા આ આરોપીએ રાજકોટ મહાનગર પાલિકાના અધિકારી હોવાની ઓળખ આપી નવું મકાન બનતું હોય ત્યારે આકરણી,પ્લાન પાસ કરવા,મીટર બદલવાના નામે લોકો પાસે રૂપિયા પડાવી છેતરપીંડી કરતો હોવાનું જેવા ૨૧ જેટના ગુનાઓની કબુલાત કરી હતી.

ઝડપાયેલા આરોપી કિશોર રાઠોડ અને તેણે આચરેલ ગુનાઓની માહિતી આપતા રાજકોટના પોલીસ કમિશ્નર અગ્રવાલે જણાવ્યું કે, આ આરોપી વર્ષ ૧૯૯૩ની સાલથી ગુનાઓ આચરતો હતો. એ આ અગાઉ પણ ચાર જેટલા છેતરપીંડીના ગુનાઓમાં ઝડપાઇ ચુક્યો છે અને ૨૦૧૨માં તેને પાસામાં પણ મોકલાયો હતો.આરોપી કિશોર રાઠોડે તેણે આચરેલા ૨૧ જેટલા ગુનાઓની કબુલાત પણ અકરી છે. તે પોતે ગુનાઓમાં દર વખતે જુદી જુદી નંબર પ્લેટ વાળી બાઇકનો ઉપયોગ કરતો એટલું જ નહીં તે પોતે નંબર પ્લેટ પણ બનાવતો હતો. પોલીસે આરોપી કિશોર રાઠોડ પાસે થી રૂપિયા ૭૯,૭૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News