શું તમે એક ને એક પ્રકારના પરોઠા ખાઈને કંટાળી ગયા છો,તો ટ્રાય કરો આ ટેસ્ટી ઇન્દોરી સેવ પરાઠા.

સવારના નાસ્તામાં કે સાંજના સમયે પરોઠા ખાસ ઘણાના ઘરમાં બનતા હોય છે,

Update: 2024-05-10 06:40 GMT

સવારના નાસ્તામાં કે સાંજના સમયે પરોઠા ખાસ ઘણાના ઘરમાં બનતા હોય છે, અને ઘણા લોકોને પરાઠા ખૂબ ભાવતા પણ હોય છે. જો કે, એક જ પ્રકારના પરાઠા ખાવાથી કંટાળો આવે છે. અને આપણે ખાસ સાદા પરોઠા, આલુપરોઠા અને કાં તો ચીઝ પરોઠા ખાતા હોઈએ છીએ, આવી સ્થિતિમાં ઘણીવાર મન તેનાથી કંટાળી જાય છે. જો તમે પણ દર વખતે એક જ પ્રકારના પરાઠા ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે તમે ઈન્દોરી સેવ પરાઠાને અલગ રીતે ટ્રાય કરી શકો છો.

સામગ્રી :-

1 કપ ઘઉંનો લોટ, 1-2 ચમચી તેલ, પાણી, સ્વાદ મુજબ મીઠું, ¼ કપ સેવ/ભુજીયા, 1/2 બારીક સમારેલી ડુંગળી, 1 લીલું મરચું સમારેલ, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જીરું પાવડર, મુઠ્ઠીભર કોથમીરના પાન, રસોઈ માટે તેલ

બનાવવાની રીત :-

તેને બનાવવા માટે સૌથી પહેલા તેલમાં લોટ મિક્સ કરો. પછી ધીમે ધીમે પાણી ઉમેરો અને સ્મૂધ લોટ બાંધો. અને હવે એક બાઉલમાં સેવ, ડુંગળી, લીલું મરચું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, જીરું પાવડર અને લીલા ધાણા નાખીને બરાબર મિક્ષ કરી લો.ત્યાર બાદ કણકને સમાન ભાગોમાં વહેંચો અને મધ્યમાં થોડું તૈયાર સેવ મિશ્રણ મૂકો. બધી કિનારીઓને સારી રીતે પેક કરો. સૂકા લોટનો ઉપયોગ કરીને, કણકને સમાનરૂપે રોલ કરો. ધીમી-મધ્યમ આંચ પર તવાને ગરમ કરો. તેના પર થોડું તેલ લગાવો અને પરાઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. અને ગરમ સર્વ કરો અને આનંદ માણો.

Tags:    

Similar News