શું તમે ક્યારેય તરબૂચનો હલવો ખાધો છે, નહીં, તો ઘરે જ બનાવો સરળ આ રીતથી...

તરબૂચનો રસ, શેક કે સ્મૂધી તો ઘણી વાર ચાખ્યા હશે,

Update: 2024-05-09 07:31 GMT

આ ઉનાળાની શરૂઆતથી જ ગરમીના કારણે ઠંડા પીણાં અને તરબૂચ શાક્કર ટેટી, કેરી, આઇસ ક્રીમ વગેરે ખાવાનું મન થતું હોય છે, તેમાય તમે તરબૂચ, તરબૂચનો રસ, શેક કે સ્મૂધી તો ઘણી વાર ચાખ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય તેનો હલવો ખાધો છે ? જે સ્વાદમાં એટલો અદ્ભુત છે કે દૂધીનો હલવો કે ગાજરના હલવા કરતાં પણ સ્વાદમાં વધારે સારો બને છે, તો બનાવો આ સરળ રેસીપીથી હલવો.

સામગ્રી :-

તાજું તરબૂચ (મધ્યમ કદનું) - 1, ચણાનો લોટ - 1/4 કપ, સોજી - 1/4 કપ, ખાંડ - 1/2 કપ, દૂધ - 1 કપ, ઘી - 4 ચમચી, માવો - 1/2 કપ, એલચી પાવડર - 1 ટીસ્પૂન, સૂકો મેવો - સ્વાદ મુજબ, કેસર - 2 ચપટી

બનાવવાની રીત :-

તરબૂચનો હલવો બનાવવા માટે સૌથી પહેલા તરબૂચને છોલીને છીણી લો. અથવા તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. ત્યાર બાદ હવે ગેસ પર કઢાઈમાં ઘી નાંખો અને તેને થોડું ગરમ કરવા રાખો. જાડા તળિયાવાળા તવાનો ઉપયોગ કરો. ઘી બરાબર ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ અને સોજી ઉમેરો. ચણાના લોટમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી સોજી અને ચણાના લોટને શેકો. જો ચણાનો લોટ કાચો રહે તો હલવાનો સ્વાદ બગડી જાય છે. માટે હવે પેનમાં અગાઉ છીણેલા તરબૂચને ઉમેરો, તેને સતત હલાવતા રહો જ્યાં સુધી તેમાંથી ઘી નીકળવા ન લાગે. ત્યાર બાદ હવે તેમાં ખાંડ, દૂધ અને માવો નાખી, આ મિશ્રણને મિક્સ કરો અને 10-15 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. હવે તેમાં લીલી ઈલાયચી પાવડર ઉમેરો. ઉપર બદામ અને પિસ્તાનો ભુક્કો ઉમેરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ તરબૂચનો હલવો.

Tags:    

Similar News