વધતી જતી ઠંડીના પગલે દિલ્હી સહિતના 6 રાજ્યોમાં રેડ અલર્ટ

Update: 2019-12-30 04:49 GMT

ઠંડીનો પારો રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે

દિલ્હીના

સરાય કાલે ખાન વિસ્તારમાં સવારે તાપમાન ઘટીને 2.0 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

ડિસેમ્બરમાં આ સિઝનનું સૌથી નીચુ તાપમાન છે. ઠંડીમાં ઠુંઠવાયેલી દિલ્હીને જોતા

હવામાન ખાતાએ દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. યૂપીના કાનપુરમાં બે ડિગ્રી

અને લદાખના દ્રાસમાં પારો માઇનસ 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. રાજસ્થાનના

શેખાવટીમાં માઇનસ 4 ડિગ્રી

તાપમાન રહ્યું હતું.

ઉત્તર ભારતના ઉપરના

વિસ્તારોમાં

ભારે સ્નોફોલ, ઠંડા

પવનો અને

ભારે ધુમ્મસને કારણે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ધ્રુજી ઉઠ્યું

છે.

યૂપીમાં હાડ થીજાવતી ઠંડીના કારણે 57 લોકો મોતને

ભેટ્યા

રેકોર્ડ બ્રેક ઠંડીને જોતા ઉત્તર

ભારતના છ રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી માટે રેડ

એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઠંડીને કારણે હિમાચલનું કિન્નોર ઝરણું જામી ગયું

છે. દિલ્હી સતત પંદરમાં દિવસે પણ ઠંડીથી ધ્રુજી રહી છે. 1901 પછી સૌથી વધારે ઠંડી આ

ડિસેમ્બરમાં નોધવામાં આવી હતી. યૂપીમાં હાડ થીજાવતી ઠંડીથી અલગ-અલગ જીલ્લાઓમાં

અત્યાર સુધી 57 લોકોના મોત

થઇ ચૂક્યા છે.   

Tags:    

Similar News