લક્ષ્મી બોમ્બ' ની રિલીઝ ડેટ 9 સપ્ટેમ્બર, અક્ષય કુમાર દિવાળી પર ધમાલ મચાવી દેશે

Update: 2020-09-17 08:03 GMT

'લક્ષ્મી બોમ્બ' ની રિલીઝ ડેટ 9 સપ્ટેમ્બર, અક્ષય કુમાર દિવાળી પર ધમાલ મચાવી દેશે
અક્ષય કુમારની સૌથી વધુ રાહ જોવાતી  ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' 9 સપ્ટેમ્બરના દિવાળીના તહેવાર પર OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ માહિતી અક્ષય કુમારે ફિલ્મના ટીઝર શેર કરવામાં આવી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ફેન્સ માટે મોટી ખુશખબર છે હકીકતમાં એક્ટરની આવનારી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' રિલીઝની તારીખ ઘોષણા કરવામાં આવી છે.

અક્ષયની આવનારી ફિલ્મ દિવાળી તહેવાર પર ઓટીટી પ્લેટફોર્મ પર થશે આ વાત અક્ષય કુમાર પોતાના સોશ્યલ મીડિયા દ્વારા સમાચાર આપ્યા છે. અક્ષય કુમારે ફિલ્મના ટીઝરને શેર કરતાં લખ્યું હતું કે, આ દિવાળી ઘરોમાં 'લક્ષ્મી' ની સાથે ધમાકેદાર 'બોમ્બ' આવશે. આ લક્ષ્મી બોમ્બ 9 સપ્ટેમ્બર ડિઝની પ્લસ હોસ્ટર પર છે. '

https://www.instagram.com/p/CFMRlarnLd6/?utm_source=ig_web_copy_link

શેર કરતા કહતું કે ટીઝરમા લક્ષ્મણ થી લક્ષ્મી સુધી ની સફર બતાવ્યો છે આપને જણાવી દઈએ કે અક્ષયની ફિલ્મ 9 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે પરંતુ કોરોના વાયરસના કારણે ફિલ્મના નિર્માતાએ રિલીઝની તારીખ લંબાવાવવામાં આવી હતી ફિલ્મમા અક્ષયની સાથે અભિનેત્રી કિયારા અડવાણી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળશે. રાઘવ લોરેન્સના નિર્દેશન દ્વારા આ હોરર કોમેડી ફિલ્મ બનાવી છે  

અક્ષયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 'લક્ષ્મી બોમ્બ' સિવાય અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી' પણ રિલીઝ માટે તૈયાર છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમા આ ફિલ્મ ડિસેમ્બર સુધીમાં રિલીઝ થઈ શકે છે. તે આજકાલ સ્કોટલેન્ડમાં તેની આગામી ફિલ્મ 'બેલ બોટમ'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

Tags:    

Similar News