પૃથ્વી પર‘સૂર્ય’ની શક્તિ લાવવાની નજીક પહોંચ્યા વૈજ્ઞાનિકો,પ્રોજેક્ટમાં ભારત પણ છે સામેલ

Update: 2020-07-29 12:36 GMT

વૈજ્ઞાનિકો સૂરજને ધરતી પર લાવવાનું સપનું સાકાર કરવાની વધુ નજીક પહોંચી ગયા છે. ટૂંક સમયમાં તેમાં સફળતા મળી શકે છે. સૂર્યના સમાન સ્વચ્છ ઉર્જાના એક સર્વોત્તમ સ્ત્રોતના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય પ્રયોગ હેઠળ વૈજ્ઞાનિકો અને ટેક્નીશિયનો દક્ષિણ ફ્રાન્સમાં એક ન્યૂક્લિયર ફ્યૂઝન ઉપકરણના વિશાળ ભાગોને જોડવાની શરૂઆત કરી દીધી છે.

સૌર ઉર્જાની પ્રતિકૃતિ બનાવવાના ખૂબ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે પોતાના નાજુક ચરણમાં પ્રવેશ કરી ચૂક્યો છે. નાજુક ચરણ એ હિસાબથી કે સ્પેરપાર્ટ્સને તેની યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વયવસ્થિત રીતે ગોઠવવાના છે. એવામાં એક પણ ચૂક ભારે પડી શકે છે. આ ખૂબ અગત્યના પ્રોજેક્ટમાં ભારત ઉપરાંત ચીન, અમેરિકા, રશિયા, દક્ષિણ કોરિયા અને યુરોપીયન સંઘના દેશ સામેલ છે.

Similar News