16 વર્ષના ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રાગ નંદા ચેસ જગતને કરી દીધું સ્તબ્ધ,વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને હરાવ્યો

ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રાગ નંદા એ વિશ્વના પ્રથમ ક્રમાંકિત Magnus Calrsen ને checkmate કર્યો હતો.

Update: 2022-02-21 09:52 GMT

ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રાગ નંદા એ વિશ્વના પ્રથમ ક્રમાંકિત Magnus Calrsen ને checkmate કર્યો હતો.આ સાથે તેને ચેસ જગતને સ્તબ્ધ કરી દીધું છે.ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રાગ નંદાએ સોમવારે મોટો અપસેટ સર્જ્યો હતો. ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના 8મા રાઉન્ડમાં, 16 વર્ષીય પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસન ને હરાવ્યો.ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રાગ નંદાએ વર્લ્ડ નંબર વનને 39 ચાલમાં હરાવ્યો. આ રીતે તેણે આ પહેલા સતત 3 મેચ જીતી ચૂકેલા કાર્લસનના વિજય અભિયાનનો પણ અંત આણ્યો હતો.ભારતીય ગ્રાન્ડમાસ્ટર આ જીતથી આઠ પોઈન્ટ છે અને તે આઠમા રાઉન્ડ બાદ સંયુક્ત 12મા સ્થાને છે.

અગાઉના રાઉન્ડમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરનાર કાર્લસન સામે પ્રજ્ઞાનંદની જીતે રમત જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેણે અગાઉ લેવ એરોનિયન સામે માત્ર જીત નોંધાવી હતી. આ સિવાય પ્રજ્ઞાનંદે 2 મેચ ડ્રો રમી હતી જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.એરથિંગ્સ માસ્ટરના આઠમાં રાઉન્ડમાં કાર્લસને એટલી મોટી ભૂલ કરી દીધી હતી કે પછી ભારતીય પ્રતિસ્પર્ધીએ તેને ગેમમાં પાછા આવવાની તક જ નહોતી આપી. પછી આખરે ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રાગનનંદાએ એ કરી બતાવ્યું હતું કે જેના માટે ભારતના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ પણ તેને શાબાશી આપશે. આ જ ટુર્નામેંટમાં પ્રાગનનંદાની સફર એટલી ખાસ રહી નથી પરંતુ આ વિજય બાદ તેનો આત્મવિશ્વાસ અલગ જ સ્તરે પહોંચી જશે એ સ્પષ્ટ છે. 

Tags:    

Similar News