એશિયા કપ 2023 : આજથી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે

Update: 2023-08-30 03:32 GMT

એશિયા કપ 2023 આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે. અગાઉ પાકિસ્તાને પ્રથમ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત એક દિવસ અગાઉ કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવા મેદાનમાં ઉતરશે. તાજેતરમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી. ટીમ મેનેજમેન્ટે અફઘાનિસ્તાન સામે પસંદ કરાયેલી પાકિસ્તાની ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. ઇફ્તિખાર અહેમદ અને નસીમ શાહ પ્લેઇંગ-11માં પરત ફર્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું હતું.

ત્રણ ફાસ્ટ બોલરો સિવાય પાકિસ્તાને પ્લેઈંગ-11માં ત્રણ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રાખ્યા છે. આ સિવાય ટીમની બેટિંગ પણ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ફખર ઝમાન અને ઇમામ-ઉલ-હક ઓપનિંગમાં ઉતરશે. બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ઇફ્તિખાર અહેમદ, સલમાન આગા મિડલ ઓર્ડરમાં રમશે. શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ પણ નીચલા ક્રમમાં બેટિંગ કરી શકે છે. નસીમ ઉપરાંત શાહીન આફ્રિદી અને હારિસ રઉફ ઝડપી બોલિંગનું નેતૃત્વ કરશે.

Tags:    

Similar News