Aus Vs Ind : આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે T-20ની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે

Update: 2023-11-23 03:35 GMT

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી નિરાશાજનક હારને ભૂલીને ભારતીય ટીમ હવે તેની આગળની સફર માટે નીકળી પડી છે. ભારતીય ટીમે હવે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટી- શ્રેણી રમવાની છે. તેની પ્રથમ મેચ આજે (23 નવેમ્બર) સાંજે 7 વાગ્યાથી વિશાખાપટ્ટનમમાં રમાશે.

સૂર્યકુમાર યાદવે પણ આ નિરાશાને ભૂલીને આ ટી20 શ્રેણીમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરવું પડશે. વર્લ્ડ કપની હારને ભૂલી જવું એટલું સરળ કામ નથી અને પછી સૂર્યકુમારે માત્ર 96 કલાકમાં જ મજબૂત ઓસ્ટ્રેલિયા સામે ટીમની કેપ્ટનશીપ કરવાની છે.

Tags:    

Similar News